સાયકલ મારી સરરર જાય

Lyrics :

સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રિન ટ્ટ્રિન ટોકરી વગાડતી જાય.
ડોશીમા ડોશીમા આઘા ખસો,
નહીંતર વચમાં ચગદઈ જશો.
રસ્તામાં છીંકણી ના સૂંઘાય,
વાતોમાં સાયકલ વાગી જાય…સાયકલ મારી….


મોટા શેઠ મોટ શેઠ આઘા ખસો,
પાઘડી પડશે તો ગુસ્સે થશો,
ચોપડા ચીતરી ચાલ્યા બજાર,
આઘા ખસીને કરજો વિચાર…સાયકલ મારી…. 

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto