ભાઈ બહેનની જોડી

Listen :

Lyrics :

ભાઈ બહેનની જોડી,

કરતી દોડાદોડી,

ભાઈ બહેનની જોડી,

કરતી દોડાદોડી.

 

એક છે હલેસું,

ને એક છે હોડી.

 

ભાઈ બહેનની જોડી,

કરતી દોડાદોડી.

 

અહીં જાય તહીં જાય,

દૂધ પીએ દહીં ખાય.

 

દહીંની છાશ થઈ,

ભાઈબહેનને હાશ થઈ.

 

છાશમાં છે માખણ,

ભાઈ દોઢ ડહાપણ,

એકમેકને ચીડવવાનો,

બન્નેને ચસકો.

 

બહેન પીએ લસ્સી,

ને ભાઈ માંગે મસ્કો,

ભાઈ બહેનની જોડી,

કરતી દોડાદોડી

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto