નીંદરભરી આંખડી

Lyrics :

નીંદરભરી રે ગુલાલે ભરી,
બેનીબાની આંખડી નીંદરભરી રે.

નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
આકાશી હિંચકાની હોડી કરી બેનીબાની.

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી. બેનીબાની.

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરિયા દૂધના કટોરા ધરી. બેનીબાની.

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝૂંબે,
કળીઓ નિતારીને કચોળી ભરી. બેનીબાની.

સિંચ્યા એ તેલ મારી બેનીને માથડે,
નાવણ કરાવે ચાર દરિયાપરી. બેનીબાની.

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા
બેસીને બેન જાય મુસાફરી. બેનીબાની.

સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સૂરજ ઉગ્યો ને બેન આવ્યા ફરી. બેનીબાની.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto