બાર મહિના

Listen :

Lyrics :

કારતકમાં ટાઢ આવી, માગશરમાં જામી,

પોષ મહિને પતંગ લઈને, ટાઢને ભગાડી.

 

મહા મહિને વસંતપંચમી, ઊડે રંગ ગુલાલ,

ફાગણ મહિને હોળી આવી, રંગ ગુલાબી લાલ.

 

ચૈત્ર મહિનો ગરમી લાવ્યો, વેકેશન વૈશાખ,

જેઠ મહિને ગિલ્લી દંડા, રમતા લાગે થાક.

 

અષાઢ મહિને આંધી સાથે, વાદળ વરસે ઝાઝા,

શ્રાવણ મહિને સરવર છલકે, શાક ભાજી તાજા.

 

ભાદરવામાં ભીંડાનું શાક, લોકો હોંશે ખાય,

આસો મહિને દિવાળી, ફટાકડા ફોડાય.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto