ખિલખિલાટ

Listen :

Lyrics :

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં,

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

 

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં,

બોલ બોલ કરતાં, દોડી દોડી રમતાં,

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

 

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં,

મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં,

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

 

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં,

થનગન નાચતાં, આનંદે રાચતાં,

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

 

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં,

નિશાળે જાતાં, ગીત નવા ગાતાં,

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

 

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં,

નાનેરા બાળ અમે સૌને ગમતાં! (2) 

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto