પરી રાણી

Listen :

Lyrics :

પરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો રે,

ઊડતાં ઊડતાં દેશ તમારે મુજને પણ લઈ જાઓ રે,

પરી રાણી તમે આવો રે.   

 

પરીના દેશમાં રંગબેરંગી ફૂલોની ફૂલવાડી રે,

પતંગિયા તો રંગબેરંગી રમતાં સાતતાળી રે,

એમની સાથે રમવાને તમે મુજને પણ લઈ જાઓ રે,

પરી રાણી તમે આવો રે.   

 

સોનેરી પંખીઓ ગાતાં, દૂધની નદીઓ વહેતી રે,

હંસ હંસલીની જોડી ત્યાં મોતી ચારો ચરતી રે,

પંખીઓના ગીતો સુણવા મુજને પણ લઈ જાઓ રે,

પરી રાણી તમે આવો રે. 

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto