નાના સૈનિક

Listen :

Lyrics :

કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક,

કદમ મિલાવી બઢતા જાય, નાના નાના સૈનિક.

 

કદમ મિલાવી બોલતાં જાય, જય હિંદ જય હિંદ,

કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક.

 

ટેન્ક સૌથી આગળ ચાલે ઢમઢમ બેન્ડ વાગે,

લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ...

લેફ્ટ રાઈટ કરતાં જાય, નાના નાના સૈનિક,

કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક.

 

ફૂમતાવાળી કેપ પહેરી, ટોપા બૂટ મોજા પહેરી,

ગીતો ગાતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક,

કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક.

 

ખાડા ટેકરાં કૂદનારા, હિમ્મતથી આગળ વધનારા,

કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક (2)

કદમ મિલાવી બઢતા જાય, નાના નાના સૈનિક.

 

કદમ મિલાવી બોલતાં જાય, જય હિંદ જય હિંદ,

કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક. 

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto