પીં પીં સીટી વાગી

Listen :

Lyrics :

પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી,

ટિકિટ કપાવો બેસી જાઓ, નહિતર ઉપડી જાય.

               

ટન ટન ટન ટન ડંકા વાગે, સૂતેલા ઝબકીને જાગે,

ધજા બતાવો સિગ્નલ આપો, લાઇન ક્લિયર કહેવાય.

 

લાંબે લાંબે પાટે સરતી, પુલ અને પહાડો પર ચઢતી,

સ્ટેશન કરતી, પાણી ભરતી, સીધી દોડી જાય,

વેગે દોડી જાય.

 

દોડે તોયે એ ના થાકે, હરદમ બઢતી આગે આગે,

શીખવે એ તો કદમ બઢાવો, સ્ટેશન પહોંચી જાય.

પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto