આજ મારી ઢીંગલી

Listen :

Lyrics :

માંદી પડી રે માંદી પડી, આજ મારી ઢીંગલી માંદી પડી,

ખાધું નથી એણે પીધું નથી, આજ મારી ઢીંગલી માંદી પડી.

               

બોલાવું ડૉક્ટર હમણાં ભઈ, શું થયું એને સમજ પડે કંઈ,

જા જા જલદી કરજે ગાડી, ક્યાંયે ન થોભજે  એકે ઘડી.

               

ડૉક્ટર આવ્યા જોઈ નાડી, ગભરાશો ન જરી શરદી લાગી,

કેવી મજા રે આપણે કરી, આ રે રમત રમશું કાલે ફરી.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto