ઘોઘા ઘોઘા

Lyrics :

ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, નાથીબાઈના વીર સલામ,

પહેરે પટોળાં ઓઢે ચીર, છોડે બંદૂક ભાલા તીર,

ગોદડિયાને ગોળી વાગી, જાય ગોદડિયો નાઠો.

 

ટોકરીનો ટમકાર, ઘૂઘરીનો ઘમકાર,

આગલો ચોકીદાર, પાછલો બંદૂકદાર.

 

તેલ દે, ધૂપ દે, બાવાને બદામ દે, તેરા બચ્ચા જીતા રે,

અડી કડી સોનાની કડી, બામણ બેઠો ડેલી પડી.

 

ડેલીમાં તો ડોલાડોલ, માંહી વાગે જાંગી ઢોલ,

જાંગી ઢોલના આંકડા, સો ઘોડા વાંકડા.

 

એક ઘોડો ઓછો, પાઘડિયો પોચો,

પાઘડી ગઈ ઊડી, ઘોડો ગયો બૂડી.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto