ચાલો રે બેની ગરબે રમીએ

Listen :

Lyrics :

ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ (2)

 

આભલાં જડેલ મારા ચણિયાની કોર,

ઓઢણીમાં ચિતર્યાં છે ઢેલ અને મોર,

ઘમ્મર ઘમ ઘૂમતાં ગરબે રમીએ,

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ.

 

ઢોલક મંજિરા ને બંસી વાગે ગરબો અમે ગાઈએ મીઠા રાગે,

વાંકા વળીને ગરબે રમીએ તાળી વગાડતાં ગરબે ઘૂમીએ.

 

શરદ પૂનમની છે રઢિયાળી રાત,

ચાંદા સાથે કરતાં તારલિયા વાત,

મુખડું મલકાવતાં ગરબે રમીએ,

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ,

ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto