કાનુડાની સાથે રાસે રમીએ

Listen :

Lyrics :

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા,

કાનુડાની સાથે રાસે રમીએ.

 

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા,

કાનુડાની સાથે રાસે રમીએ.

 

જમુનાને તીર કાનો વાંસડી બજાવે,

ગોપ ગોપી ઘેલા થઈ દોડી દોડી આવે.

 

એમની સાથે જઈએ,

કાનુડાની સાથે રાસે રમીએ.

 

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા,

કાનુડાની સાથે રાસે રમીએ.

 

મંજિરા રણકે ને ઢોલ વાગે ઢમઢમ,

ગોપિયુંના ઝાંઝરિયા ઝમકે રે ઝમઝમ.

 

ઢોલકના તાલે નાચીએ,

કાનુડાની સાથે રાસે રમીએ.

 

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા,

કાનુડાની સાથે રાસે રમીએ.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto