Gujarati Bal Geeto

ઉંવા.. ઉંવા.. કરતાં કરતાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળકના સમગ્ર કુટુંબમાં એક આનંદ છવાઈ જાય છે. જેમ જેમ તે બાળક મોટું થતું જાય છે ત્યારે માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, નાના-નાની, ફોઈ-ફુઆ, માસા-માસી, ભાઈ-બહેન, આડોશી-પાડોશી, સગાસંબંધી બધા બાળકને પોત પોતાની રીતે અવનવી વાતો, ગીતો શીખવતા હોય છે. આ વાતો – ગીતો બાળકના ભાવિના ઘડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાળમાનસમાં અંકિત થયેલા આ બાળગીતો બાળક યુવા કે વૃદ્ધ થાય ત્યારે પણ તેના મનમાં જીવંત રહે છે અને તે તેની પછીની પેઢીને આ બાળગીતો સંભળાવી તેની ભેટ આપે છે.

અહીં ગુજરાતી ભાષાના આવા કેટલાંક બાળગીતો રજૂ કરવામાં આવ્યા છે. અહીં રજૂ કરેલા તમામ ગીતો વિવિધ વેબસાઇટ ઉપરથી લેવામાં આવ્યા છે અને કેટલાક ગીતોનું અક્ષરાંકન ગુજરાતીલેક્સિકન ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ બધા બાળકાવ્યો અને ગીતો અહીં રજૂ કરવાનો અમારો આશય આપણી નવી પેઢીને આપણા આવા સુંદર બાળગીતોથી પરિચિત કરાવવાનો છે.

ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
61 ઘરનું આંગણું અજ્ઞાત
62 બાળપણ અજ્ઞાત
63 મને કહોને પરમેશ્વર કેવા હશે પ્રીતમલાલ મઝુમદાર
64 એક હતી શકરી અજ્ઞાત
65 આવ રે બહેન આવ અજ્ઞાત
66 અઠવાડિયું અજ્ઞાત
67 એકડે એક પાપડ શેક અજ્ઞાત
68 ભાઈ બહેનની જોડી અજ્ઞાત
69 આવો મેઘરાજા અજ્ઞાત
70 સાયકલ મારી સરરર જાય અજ્ઞાત
71 ચકીબેન ચકીબેન જુગતરામ દવે
72 એકડો સાવ સળેખડો રમેશ પારેખ
73 જળકમળ છાંડી જાને બાળા નરસિંહ મહેતા
74 ચાંદલો ગમે જયંત શુક્લ
75 રાધે ગોવિંદ રાધે અજ્ઞાત
76 ચાંદા પોળી અજ્ઞાત
77 વાર્તા રે વાર્તા અજ્ઞાત
78 જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી જાય અજ્ઞાત
79 ચાલો ચાલો ને રમીએ હોડી હોડી પિનાકીન ત્રિવેદી
80 હાલરડું અજ્ઞાત
  • «
  •   
  • <
  •  
  • 2
  •  
  • 3
  • 4
  •  
  • 5
  •  
  • >
  •  
    Explore Gujarat

    Gujarati Bal Geeto

    Gujarati Lagna Geeto