Gujarati Lagna Geeto

વાગે રે વાગે રે વાજા શેના રે વાગે,

શેની છે દોડધામ, પૂછે લોગ તમામ...

દોડધામ... ભાગાભાગી... ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ઘણી બધી તૈયારીઓ કરવાની હોય અને ઘણા બધા રીતરિવાજોનું પાલન કરવાનું હોય. આ એક જ પ્રસંગ એવો છે જેમાં ધામધૂમથી તૈયારી કરવામાં આવતી હોય છે કેમકે મુખ્ય પ્રસંગ લગ્ન સાથે અન્ય ઘણા પ્રસંગો સંકળાયેલ છે. આ પ્રસંગે ફકત વર-વધૂ જ નહિ પણ સૌ સગા સંબંધીઓ પણ ખુશી ખુશી મહાલે છે અને તેની યાદો વર્ષો વર્ષ સુધી લોકોના મનમાં અંકિત થઈ જાય છે.

દરેક સમાજ અને ધર્મ પ્રમાણે આ રીતરિવાજો અલગ અલગ હોય છે તેથી તેમાં ગવાતા ગીત – સંગીત - ફટાણા પણ અલગ હોય છે અને જે લગ્ન પ્રસંગને મજેદાર બનાવે છે. અહીં આ વિભાગમાં ગુજરાતી સમાજમાં લગ્નપ્રસંગે જોવા મળતી મુખ્ય વિધિઓ અને રીવાજોને સાંકળતાં જે ગીતો ગાવામાં આવે છે તેની એક ઝલક આપવામાં આવી છે. હાલમાં ઘણાં આવા પ્રાસંગિક ગીતો લુપ્ત થઈ ગયા છે જેને જાળવવી રાખવાનો અમારો મુખ્ય આશય છે.

લગ્ન સમયના પ્રસંગોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય.

(1) લગ્ન પૂર્વેના પ્રસંગો
(2) લગ્ન દિવસના પ્રસંગો.
(1) લગ્ન પૂર્વેના પ્રસંગો : લગ્નના પૂર્વેના પ્રસંગો કંકોતરીથી શરૂ કરી ગ્રહશાંતિ સુધીના ગણાય છે. જેમાં મુખ્યત્વે કંકોતરી, માણેસ્તંભ, સગાઈ (ઘણી જ્ઞાતિમાં લગ્નના આગળના દિવસોમાં હોય છે), માંડવામુહૂર્ત, વડી-પાપડ, મહેંદી, ગરબા – સંગીત સંધ્યા, પીઠી, મોસાળું, ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ વગેરે
(2) લગ્ન દિવસના પ્રસંગો : વરઘોડો, જાન પ્રસ્થાન (આગમાન), પોંખણા વિધિ, કન્યાદાન, વરમાળા, હસ્તમેળાપ, કંસાર, મંગળફેરા, અખંડ સૌભાગ્ય વતી, વિદાય, ગૃહપ્રવેશ જેવી વિધિઓ જોવા મળે છે.
ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
1 અખંડ સૌભાગ્યવતી બરકત વિરાણી
2 મારે આંગણિયે તલાવડી અવિનાશ વ્યાસ
3 પીઠી ચોળી લાડકડી બાલમુકુન્દ દવે
4 ઇંગ્લિશ ટોપો મંગાવો અજ્ઞાત
5 લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય અજ્ઞાત
6 દીકરી તો પારકી થાપણ કહેવાય અવિનાશ વ્યાસ
7 અમે ઈડરિયો ગઢ જીત્યા (નવવધુ આગમન) અજ્ઞાત
8 લાલ મોટર આવી (નવવધુને નિમંત્રણ) અજ્ઞાત
9 અમે રે લીલુડા વનની ચરકલડી (કન્યા પ્રયાણ) અજ્ઞાત
10 ચાલોને આપણે ઘેર રે (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત) અજ્ઞાત
11 આ દશ આ દશ પીપળો (કન્યા વિદાય) અજ્ઞાત
12 આલા તે લીલા વનની વાંસલડી (કન્યા વિદાય) અજ્ઞાત
13 પરણ્યા એટલે પ્યારા લાડી (નવવધુને આવકાર) અજ્ઞાત
14 આ વર-કન્યાનું સુંદર જોડું (આશીર્વાદ) અજ્ઞાત
15 લાડો લાડી જમે રે (કંસાર) અજ્ઞાત
16 પહેલું પહેલું મંગળિયું વરતાય રે (સપ્તપદી) અજ્ઞાત
17 હાથ કન્યાનો હેતે ઝાલો (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે) અજ્ઞાત
18 ઢોલ ઢમક્યા ને (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત) અજ્ઞાત
19 ગોર લટપટિયા (માંડવામાં ગાવાનું ફટાણું) અજ્ઞાત
20 અણવર અવગતિયા (માંડવામાં ગાવાનું ફટાણું) અજ્ઞાત
  • 1
  •  
  • 2
  •  
  • 3
  •  
  • >
  •   
  • »
  • Explore Gujarat

    Gujarati Lagna Geeto

    Gujarati Baal Geeto