Gujarati Lagna Geeto

વાગે રે વાગે રે વાજા શેના રે વાગે,

શેની છે દોડધામ, પૂછે લોગ તમામ...

દોડધામ... ભાગાભાગી... ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ઘણી બધી તૈયારીઓ કરવાની હોય અને ઘણા બધા રીતરિવાજોનું પાલન કરવાનું હોય. આ એક જ પ્રસંગ એવો છે જેમાં ધામધૂમથી તૈયારી કરવામાં આવતી હોય છે કેમકે મુખ્ય પ્રસંગ લગ્ન સાથે અન્ય ઘણા પ્રસંગો સંકળાયેલ છે. આ પ્રસંગે ફકત વર-વધૂ જ નહિ પણ સૌ સગા સંબંધીઓ પણ ખુશી ખુશી મહાલે છે અને તેની યાદો વર્ષો વર્ષ સુધી લોકોના મનમાં અંકિત થઈ જાય છે.

દરેક સમાજ અને ધર્મ પ્રમાણે આ રીતરિવાજો અલગ અલગ હોય છે તેથી તેમાં ગવાતા ગીત – સંગીત - ફટાણા પણ અલગ હોય છે અને જે લગ્ન પ્રસંગને મજેદાર બનાવે છે. અહીં આ વિભાગમાં ગુજરાતી સમાજમાં લગ્નપ્રસંગે જોવા મળતી મુખ્ય વિધિઓ અને રીવાજોને સાંકળતાં જે ગીતો ગાવામાં આવે છે તેની એક ઝલક આપવામાં આવી છે. હાલમાં ઘણાં આવા પ્રાસંગિક ગીતો લુપ્ત થઈ ગયા છે જેને જાળવવી રાખવાનો અમારો મુખ્ય આશય છે.

લગ્ન સમયના પ્રસંગોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય.

(1) લગ્ન પૂર્વેના પ્રસંગો
(2) લગ્ન દિવસના પ્રસંગો.
(1) લગ્ન પૂર્વેના પ્રસંગો : લગ્નના પૂર્વેના પ્રસંગો કંકોતરીથી શરૂ કરી ગ્રહશાંતિ સુધીના ગણાય છે. જેમાં મુખ્યત્વે કંકોતરી, માણેસ્તંભ, સગાઈ (ઘણી જ્ઞાતિમાં લગ્નના આગળના દિવસોમાં હોય છે), માંડવામુહૂર્ત, વડી-પાપડ, મહેંદી, ગરબા – સંગીત સંધ્યા, પીઠી, મોસાળું, ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ વગેરે
(2) લગ્ન દિવસના પ્રસંગો : વરઘોડો, જાન પ્રસ્થાન (આગમાન), પોંખણા વિધિ, કન્યાદાન, વરમાળા, હસ્તમેળાપ, કંસાર, મંગળફેરા, અખંડ સૌભાગ્ય વતી, વિદાય, ગૃહપ્રવેશ જેવી વિધિઓ જોવા મળે છે.
ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
21 અણવર લજામણો રે (માંડવામાં ગાવાનું ફટાણું) અજ્ઞાત
22 એકડો આવડ્યો (માંડવામાં ગાવાનું ફટાણું) અજ્ઞાત
23 રેલગાડી આવી (માંડવામાં ગાવાનું ફટાણું) અજ્ઞાત
24 ઘરમાં નોતી ખાંડ (માંડવામાં ગાવાનું ફટાણું) અજ્ઞાત
25 કેદુના કાલાવાલા (માંડવામાં ગાવાનું ફટાણું) અજ્ઞાત
26 માયરામાં ચાલે મલપતા મલપતા (કન્યાની પધરામણી) અજ્ઞાત
27 વીરો મારો ઝગમગ ઝગમગ થાય (માંડવાનું ગીત) અજ્ઞાત
28 નાણાવટી રે સાજન બેઠું માંડવે (માંડવાનું ગીત) અજ્ઞાત
29 કેસરિયો જાન લાવ્યો (માંડવાનું ગીત) અજ્ઞાત
30 મારા નખના પરવાળા જેવી (ચૂંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત) અજ્ઞાત
31 હળવે હળવે પોંખજો રે લટકાળી (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું) અજ્ઞાત
32 સીતાને તોરણ રામ પધાર્યા (વરરાજાને પોંખતી વખતનું ગીત) અજ્ઞાત
33 બારે પધારો સોળે હો સુંદરી (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ) અજ્ઞાત
34 વર તો પાન સરીખા પાતળા (જાન પહોંચે ત્યારે ગવાતું ગીત) અજ્ઞાત
35 વરરાજે સીમડી ઘેરી માણારાજ (જાનમાં ગવાતું ગીત) અજ્ઞાત
36 ધીમી ધીમી મોટર હાંકો (જાનમાં ગવાતું ગીત) અજ્ઞાત
37 સાઈકલની સીટી વાગી વરરાજા (વરની હઠ) અજ્ઞાત
38 શુકન જોઈને સંચરજો રે (જાન પ્રસ્થાન) અજ્ઞાત
39 વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (જાન પ્રસ્થાન) અજ્ઞાત
40 રાય કરમલડી રે (જાન પ્રસ્થાન) અજ્ઞાત
 
  • <
  •  
  • 1
  • 2
  •  
  • 3
  •  
  • 4
  •  
  • >
  •  
    Explore Gujarat

    Gujarati Lagna Geeto

    Gujarati Baal Geeto