Gujarati Lagna Geeto

વાગે રે વાગે રે વાજા શેના રે વાગે,

શેની છે દોડધામ, પૂછે લોગ તમામ...

દોડધામ... ભાગાભાગી... ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ઘણી બધી તૈયારીઓ કરવાની હોય અને ઘણા બધા રીતરિવાજોનું પાલન કરવાનું હોય. આ એક જ પ્રસંગ એવો છે જેમાં ધામધૂમથી તૈયારી કરવામાં આવતી હોય છે કેમકે મુખ્ય પ્રસંગ લગ્ન સાથે અન્ય ઘણા પ્રસંગો સંકળાયેલ છે. આ પ્રસંગે ફકત વર-વધૂ જ નહિ પણ સૌ સગા સંબંધીઓ પણ ખુશી ખુશી મહાલે છે અને તેની યાદો વર્ષો વર્ષ સુધી લોકોના મનમાં અંકિત થઈ જાય છે.

દરેક સમાજ અને ધર્મ પ્રમાણે આ રીતરિવાજો અલગ અલગ હોય છે તેથી તેમાં ગવાતા ગીત – સંગીત - ફટાણા પણ અલગ હોય છે અને જે લગ્ન પ્રસંગને મજેદાર બનાવે છે. અહીં આ વિભાગમાં ગુજરાતી સમાજમાં લગ્નપ્રસંગે જોવા મળતી મુખ્ય વિધિઓ અને રીવાજોને સાંકળતાં જે ગીતો ગાવામાં આવે છે તેની એક ઝલક આપવામાં આવી છે. હાલમાં ઘણાં આવા પ્રાસંગિક ગીતો લુપ્ત થઈ ગયા છે જેને જાળવવી રાખવાનો અમારો મુખ્ય આશય છે.

લગ્ન સમયના પ્રસંગોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય.

(1) લગ્ન પૂર્વેના પ્રસંગો
(2) લગ્ન દિવસના પ્રસંગો.
(1) લગ્ન પૂર્વેના પ્રસંગો : લગ્નના પૂર્વેના પ્રસંગો કંકોતરીથી શરૂ કરી ગ્રહશાંતિ સુધીના ગણાય છે. જેમાં મુખ્યત્વે કંકોતરી, માણેસ્તંભ, સગાઈ (ઘણી જ્ઞાતિમાં લગ્નના આગળના દિવસોમાં હોય છે), માંડવામુહૂર્ત, વડી-પાપડ, મહેંદી, ગરબા – સંગીત સંધ્યા, પીઠી, મોસાળું, ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ વગેરે
(2) લગ્ન દિવસના પ્રસંગો : વરઘોડો, જાન પ્રસ્થાન (આગમાન), પોંખણા વિધિ, કન્યાદાન, વરમાળા, હસ્તમેળાપ, કંસાર, મંગળફેરા, અખંડ સૌભાગ્ય વતી, વિદાય, ગૃહપ્રવેશ જેવી વિધિઓ જોવા મળે છે.
ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
41 લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન) અજ્ઞાત
42 મોસાળા આવિયાં (મોસાળું) અજ્ઞાત
43 પીઠી ચોળો રે પીતરાણી (પીઠીનું ગીત) અજ્ઞાત
44 પાવલાંની પાશેર (પીઠીનું ગીત) અજ્ઞાત
45 પીઠી ચોળોને પંચકલ્યાણી (પીઠીનું ગીત) અજ્ઞાત
46 મોતી નીપજે રે (વરપક્ષે માળારોપણ) અજ્ઞાત
47 વર છે વેવારિયો રે (કન્યાપક્ષે માળારોપણ) અજ્ઞાત
48 વરને પરવટ વાળો (ફુલેકાનું ગીત) અજ્ઞાત
49 ઓઝો-ઓઝી (ચાક વધાવવાનાં અન્ય ગીત) અજ્ઞાત
50 ઓઝો ઓઝો રે (ચાક વધાવવાનું ગીત) અજ્ઞાત
51 વધાવો રે આવિયો (ચાક વધાવવાનું ગીત) અજ્ઞાત
52 લીલા માંડવા રોપાવો (મંડપ મૂરત) અજ્ઞાત
53 મોટા માંડવડા રોપાવો (મંડપ મૂરત) અજ્ઞાત
54 મારો માંડવો રઢિયાળો (મંડપ મૂરત) અજ્ઞાત
55 લીલુડા વનનો પોપટો (પ્રભાતિયું) અજ્ઞાત
56 વાણલાં ભલે વાયાં (પ્રભાતિયું) અજ્ઞાત
57 ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે (સાંજીનું ફટાણું) અજ્ઞાત
58 નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે (સાંજીનું ગીત) અજ્ઞાત
59 બાગમાં છંટાવો કાજુ કેવડો (સાંજીનું ગીત) અજ્ઞાત
60 દાદા એને ડગલે ડગલે (સાંજીનું ગીત) અજ્ઞાત
  • «
  •   
  • <
  •  
  • 1
  •  
  • 2
  • 3
  •  
  • 4
  •  
  • >
  •  
    Explore Gujarat

    Gujarati Lagna Geeto

    Gujarati Baal Geeto