Gujarati Lagna Geeto

વાગે રે વાગે રે વાજા શેના રે વાગે,

શેની છે દોડધામ, પૂછે લોગ તમામ...

દોડધામ... ભાગાભાગી... ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ઘણી બધી તૈયારીઓ કરવાની હોય અને ઘણા બધા રીતરિવાજોનું પાલન કરવાનું હોય. આ એક જ પ્રસંગ એવો છે જેમાં ધામધૂમથી તૈયારી કરવામાં આવતી હોય છે કેમકે મુખ્ય પ્રસંગ લગ્ન સાથે અન્ય ઘણા પ્રસંગો સંકળાયેલ છે. આ પ્રસંગે ફકત વર-વધૂ જ નહિ પણ સૌ સગા સંબંધીઓ પણ ખુશી ખુશી મહાલે છે અને તેની યાદો વર્ષો વર્ષ સુધી લોકોના મનમાં અંકિત થઈ જાય છે.

દરેક સમાજ અને ધર્મ પ્રમાણે આ રીતરિવાજો અલગ અલગ હોય છે તેથી તેમાં ગવાતા ગીત – સંગીત - ફટાણા પણ અલગ હોય છે અને જે લગ્ન પ્રસંગને મજેદાર બનાવે છે. અહીં આ વિભાગમાં ગુજરાતી સમાજમાં લગ્નપ્રસંગે જોવા મળતી મુખ્ય વિધિઓ અને રીવાજોને સાંકળતાં જે ગીતો ગાવામાં આવે છે તેની એક ઝલક આપવામાં આવી છે. હાલમાં ઘણાં આવા પ્રાસંગિક ગીતો લુપ્ત થઈ ગયા છે જેને જાળવવી રાખવાનો અમારો મુખ્ય આશય છે.

લગ્ન સમયના પ્રસંગોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય.

(1) લગ્ન પૂર્વેના પ્રસંગો
(2) લગ્ન દિવસના પ્રસંગો.
(1) લગ્ન પૂર્વેના પ્રસંગો : લગ્નના પૂર્વેના પ્રસંગો કંકોતરીથી શરૂ કરી ગ્રહશાંતિ સુધીના ગણાય છે. જેમાં મુખ્યત્વે કંકોતરી, માણેસ્તંભ, સગાઈ (ઘણી જ્ઞાતિમાં લગ્નના આગળના દિવસોમાં હોય છે), માંડવામુહૂર્ત, વડી-પાપડ, મહેંદી, ગરબા – સંગીત સંધ્યા, પીઠી, મોસાળું, ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ વગેરે
(2) લગ્ન દિવસના પ્રસંગો : વરઘોડો, જાન પ્રસ્થાન (આગમાન), પોંખણા વિધિ, કન્યાદાન, વરમાળા, હસ્તમેળાપ, કંસાર, મંગળફેરા, અખંડ સૌભાગ્ય વતી, વિદાય, ગૃહપ્રવેશ જેવી વિધિઓ જોવા મળે છે.
ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
61 તમે રાયવર વહેલાં આવો રે (સાંજીનું ગીત) અજ્ઞાત
62 લાડબાઈ કાગળ મોકલે (સાંજીનું ગીત) અજ્ઞાત
63 નવે નગરથી જોડ ચૂંદડી (સાંજીનું ગીત) અજ્ઞાત
64 એક ઊંચો તે વર ના જોશો રે દાદા (સાંજીનું ગીત) અજ્ઞાત
65 દરિયાના બેટમાં (સાંજીનું ગીત) અજ્ઞાત
66 નગર દરવાજે સાંઢણી ઝોકારો (સાંજીનું ગીત) અજ્ઞાત
67 કોયલ બેઠી આંબલિયાની ડાળ (સાંજીનું ગીત) અજ્ઞાત
68 ગણેશ પાટ બેસાડિયે (સાંજીનું ગીત) અજ્ઞાત
69 વાગે છે વેણુ (ગણેશમાટલીનું ગીત) અજ્ઞાત
70 પરથમ ગણેશ બેસાડો રે (ગણેશ સ્થાપના-૨) અજ્ઞાત
71 પરથમ ગણેશ બેસાડો રે (ગણેશ સ્થાપના-૧) અજ્ઞાત
72 કંકુ છાંટી કંકોતરી મોકલી (માણેકથંભ રોપતી વખતે) અજ્ઞાત
73 કંકોતરી મોકલો (લગન લખતી વખતે) અજ્ઞાત
74 સોના વાટકડીમાં કંકુ ઘોળાવો (લગન લખતી વખતે) અજ્ઞાત
75 હેતે લખિયે કંકોતરી રે લોલ (કુળદેવીને નિમંત્રણ) અજ્ઞાત
  • «
  •   
  • <
  •  
  • 2
  •  
  • 3
  • 4
  • Explore Gujarat

    Gujarati Lagna Geeto

    Gujarati Baal Geeto