દરિયાના બેટમાં (સાંજીનું ગીત)

Listen :

Lyrics :

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ,  

    સાંઢણી ઝોકારો માણારાજ.

 

ઈ રે સાંઢણીયે સોનું મંગાવો માણારાજ,  

    સાંઢણી ઝોકારો માણારાજ.

 

ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ,  

    સાંઢણી ઝોકારો માણારાજ.

 

ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો માણારાજ,  

    સાંઢણી ઝોકારો માણારાજ.

 

ઈ રૂપાના બેનને ઝાંઝર ઘડાવો માણારાજ, 

    સાંઢણી ઝોકારો માણારાજ.

 

ઈ રે સાંઢણીયે હીરા મંગાવો માણારાજ,  

    સાંઢણી ઝોકારો માણારાજ.

 

ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજ, 

    સાંઢણી ઝોકારો માણારાજ.

 

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ,  

    સાંઢણી ઝોકારો માણારાજ.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto