નવે નગરથી જોડ ચૂંદડી (સાંજીનું ગીત)

Listen :

Lyrics :

નવે નગરથી જોડ ચૂંદડી વાપરી, આવી રે અમારે દેશ રે,

      વોરો રે દાદા ચૂંદડી.

ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી, વચમાં છે ચોખલીયાળી ભાત રે,

      વોરો રે દાદા ચૂંદડી.

સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી, ઉખેડું તો ટહુકે ઝીણા મોર રે,

      વોરો રે દાદા ચૂંદડી.

અમદાવાદની જોડ ચૂંદડી વાપરી, આવી રે અમારે દેશ રે,

      વોરો રે દાદા ચૂંદડી.

ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી, વચમાં છે ચોખલીયાળી ભાત રે,

      વોરો રે દાદા ચૂંદડી.

સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી, ઉખેડું તો ટહુકે ઝીણા મોર રે,

      વોરો રે દાદા ચૂંદડી.

જુનાગઢથી જોડ ચૂંદડી વાપરી, આવી રે અમારે દેશ રે,

      વોરો રે દાદા ચૂંદડી.

ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી, વચમાં છે ચોખલીયાળી ભાત રે,

      વોરો રે દાદા ચૂંદડી.

સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી, ઉખેડું તો ટહુકે ઝીણા મોર રે,

      વોરો રે દાદા ચૂંદડી.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto