લાડબાઈ કાગળ મોકલે (સાંજીનું ગીત)

Lyrics :

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે,

રાયવર વેલેરો આવ, સુંદરવર વેલેરો આવ.

તારા ઘડિયા લગન રાયવર વહી જશે,

હું તો કચરાળી શેરીએ લાડવૈ નહિ હાલું,

ઘડી ન વેલો પરણીશ, ઘડી ન મોડો પરણીશ,

 

અબઘડીએ ફૂલવાળી શેરી નીપજે,

વર તો વગડાનો વાસી, એના પગ ગયા છે ઘાસી,

એ તો કેટલા દિ'નો ઉપવાસી,

દીકરી દેતું'તું કોણ, જમાઈ કરતું'તું કોણ,

તારા ઘડિયા લગન રાયવર વહી જશે.

 

હું તો આંબાને તોરણ લાડવૈ નહિ અડું,

ઘડી ન વેલો પરણીશ, ઘડી ન મોડો પરણીશ,

અબઘડીએ મોતીના તોરણ નીપજે.

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે,

રાયવર વેલેરો આવ, સુંદરવર વેલેરો આવ,

તારા ઘડિયા લગન રાયવર વહી જશે.

 

હું તો ઠીંકરાંની ચોરીએ લાડવૈ નહિ પરણું,

ઘડી ન વેલો પરણીશ, ઘડી ન મોડો પરણીશ,

અબઘડીએ તાંબાની ચોરી નીપજે.

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે,

રાયવર વેલેરો આવ, સુંદરવર વેલેરો આવ,

તારાં ઘડિયાં લગન રાયવર વહી જશે. 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto