બાગમાં છંટાવો કાજુ કેવડો (સાંજીનું ગીત)

Lyrics :

બાગમાં છંટાવો કાજુ કેવડો,    

  વાડીમાં રોપાવો નાગરવેલ રે,  

     છંટાવો કાજુ કેવડો.

 

વેવાઈનો કુંવર કાજુ કેવડો,  

વેવાઈની નમણી નાગરવેલ રે,

     છંટાવો કાજુ કેવડો.

 

કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં,  

  ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે,

     છંટાવો કાજુ કેવડો.

 

કેવડિયે તે આવ્યાં નવલા પાંદડાં,   

  પાન એટલાં વહુરાણીના માન રે,

     છંટાવો કાજુ કેવડો.

 

વેવાણનો જન્મેલ કાજુ કેવડો,   

વેવાણની નમણી નાગરવેલ રે,

     છંટાવો કાજુ કેવડો.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto