લીલુડા વનનો પોપટો (પ્રભાતિયું)

Lyrics :

મારે તે આંગણે આંબો મ્હોરિયો,   

આંબલિયાના બહોળા તે પાન કે લીલુડા વનનો પોપટો.

 

ત્યાં બેસી પોપટ રાણો ટહુકિયા,   

જગાડ્યા ત્રણે ય વીર કે લીલુડા વનનો પોપટો.

 

મેડિયું માયલા મોટાભાઈ જાગિયા,    

અમારી મોટી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.

 

ઓરડા માયલા વચેટભાઈ જાગિયા,  

અમારી વચલી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.

 

ઓસરી માયલા નાનાભાઈ જાગિયા,  

અમારી નાની તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.

 

ત્રણેએ તો જાગીને શું કરીયું ?   

રાખ્યો મારા માંડવડાનો રંગ કે લીલુડા વનનો પોપટો.

 

મારે તે આંગણે લીમડો ફાલિયો,    

લીમડાના પાંખેરાં પાન કે લીલુડા વનનો કાગડો !

 

ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા,   

ઓટલે સૂતા જમાઈ જાગિયા, લીલુડા વનનો કાગડો !

 

જાગીને જમાઈએ શું કરીયું ?   

જાગી ઠાલાં ફડાકા મારિયા, લીલુડા વનનો કાગડો !

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto