વર છે વેવારિયો રે (કન્યાપક્ષે માળારોપણ)

Lyrics :

કુંવરી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે,

દાદા મોરા એ વર પરણાવ, એ વર છે વેવારિયો રે.

 

ગગી મોરી ક્યાં તમે દીઠાં, ને ક્યાં તમારા મન મોહ્યા રે,

રમતો'તો બહોળી બજાર, દડૂલે મારા મન મોહ્યા રે.

 

કુંવરી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે,

વીરા મોરા એ વર જોશે, એ વર છે વેવારિયો રે.

 

બેની મારી ક્યાં તમે દીઠાં, ને ક્યાં તમારા મન મોહ્યા રે,

ભણતો'તો ભટની નિશાળે, અક્ષરે મારા મન મોહ્યા રે.

 

કુંવરી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે,

કાકા મોરા એ વર જોજો, એ વર છે વેવારિયો રે.

 

ભત્રીજી મોરી ક્યાં તમે દીઠાં, ને ક્યાં તમારાં મન મોહ્યા રે,

જમતો'તો સોનાને થાળે, કોળિયે મારા મન મોહ્યા રે.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto