પીઠી ચોળોને પંચકલ્યાણી (પીઠીનું ગીત)

Listen :

Lyrics :

પીઠી ચોળોને પંચ કલ્યાણી,

પીઠી કિયા રે મુલકથી આણી.

 

પીઠી સુરત શહેરથી આણી,

પીઠી વડોદરામાં વખણાણી,

પીઠી મુંબઈમાં રે ગવાણી.

 

પીઠી પાવલાની પાશેર, પીઠી અડધાની અચ્છેર,

પીઠી પોણાની પોણો શેર, પીઠી રૂપૈયાની શેર.

 

પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે,

પીઠી વીરાને અંગે ચોળાય રે.

 

પીઠી મામા ને મામી રે લાવે,

પીઠી વીરો હોંશે ચોળાવે,

પીઠી જોવાને સહુ રે આવે.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto