પાવલાંની પાશેર (પીઠીનું ગીત)

Listen :

Lyrics :

પાવલાંની પાશેર લાડકડાને હળદી ચડે છે,

પાવલાંની પાશેર વીરાને પીઠી ચડે છે.

 

અડધાની અધશેર લાડકડાને હળદી ચડે છે,

અડધાની અધશેર વીરાને પીઠી ચડે છે.

 

રૂપૈયાની શેર રે જિયાવરને હળદી ચડે છે,

રૂપૈયાની શેર રે જિયાવરને પીઠી ચડે છે.

 

આણી અમારે ઘેર રે જિયાવરને હળદી ચડે છે,

આણી અમારે ઘેર રે જિયાવરને પીઠી ચડે છે,

 

વાટકડે ઘોળાય રે લાડકડાને પીઠી ચડે છે,

લાડકડાને ચોળાય વીરાને પીઠી ચડે છે.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto