રાય કરમલડી રે (જાન પ્રસ્થાન)

Lyrics :

મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે,

ફાલી છે લચકાલોળ રાય કરમલડી રે.

 

વાળો (વરનું નામ બોલવું)ભાઈ ડાળખી રાય કરમલડી રે,

વીણો વહુ ફૂલડાં રાય કરમલડી રે.

 

વીણીચૂંટીને ગોરીએ છાબ ભરી રાય કરમલડી રે,

તેનો ગૂંથે માલણ મોડિયો રાય કરમલડી રે.

 

મોડિયો વહુને માથડે રાય કરમલડી રે,

તેનો ગૂંથે માલણ છોગલો રાય કરમલડી રે.

 

છોગલો દેખી રાણી રવે ચડ્યા રાય કરમલડી રે,

પરણું તો (વરનું નામ બોલવું) મોભીને રાય કરમલડી રે.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto