વર તો પાન સરીખા પાતળા (જાન પહોંચે ત્યારે ગવાતું ગીત)

Lyrics :

વર તો પાન સરીખા પાતળા રે,   

વરના લવિંગ સરખા નેણ રે,   

વરરાજા, તમારી તોલે કોઈ ના આવે રે.

 

વર તો સીમડીએ આવ્યા મલપતા રે, 

હરખ્યા હરખ્યા ગામડિયાના મન રે, 

  વરરાજા, તમારી તોલે કોઈ ના આવે રે.

 

વર તો સરોવરિયે આવ્યા મલપતા રે, 

હરખ્યા હરખ્યા પાણિયારિયુંના મન રે,  

  વરરાજા, તમારી તોલે કોઈ ના આવે રે.

 

વર તો શેરીએ આવ્યા મલપતા રે, 

હરખ્યા હરખ્યા પાડોશીના મન રે, 

  વરરાજા, તમારી તોલે કોઈ ના આવે રે.

 

વર તો માંડવે આવ્યા મલપતા રે, 

હરખ્યા હરખ્યા સાસુજીના મન રે, 

વરરાજા, તમારી તોલે કોઈ ના આવે રે.

 

વર તો માયરે આવ્યા મલપતા રે,   

હરખ્યા હરખ્યા લાડલીના મન રે, 

વરરાજા, તમારી તોલે કોઈ ના આવે રે.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto