સીતાને તોરણ રામ પધાર્યા (વરરાજાને પોંખતી વખતનું ગીત)

Listen :

Lyrics :

સીતાને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી પહેલું પોંખણું,

પોંખતાને વરની ભમર ફરકી, આંખલડી રતને જડી,

રવાઈએ વર પોંખો પનોતા, રવાઈએ ગોરી સોહામણા.

 

સીતાને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી બીજું પોખણું,

ધોંસરિયે વર પોંખો પનોતા, ધોંસરિયે ગોરી સોહામણા.

 

સીતાને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી ત્રીજું પોખણું,

ત્રાંકે વર પોંખો પનોતા, ત્રાંકે રેટિયા સોહામણા.

 

સીતાને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી ચોથું પોખણું,

પીંડીએ વર પોંખો પનોતા, પીંડીએ હાથ સોહામણા.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto