હળવે હળવે પોંખજો રે લટકાળી (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)

Listen :

Lyrics :

હળવે હળવે પોંખજો રે લટકાળી,   

હળવે હળવે પોંખજો રે કામણધીંગી,   

   એ વર છે વેવાઈનો લાડકડો.

 

કોકનો ચૂડલો પહેરીને જમાઈ પોંખવા ચાલી,  

જુઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો,

લટકો ને મટકો ચડી જાશે ચટકો,

હળવે હળવે પોંખજો રે લટકાળી.   

 

માંગ્યો સાડલો પહેરી જમાઈ પોંખવા ચાલી,  

જુઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો,

લટકો ને મટકો ચડી જાશે ચટકો,

હળવે હળવે પોંખજો રે લટકાળી .

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto