નાણાવટી રે સાજન બેઠું માંડવે (માંડવાનું ગીત)

Listen :

Lyrics :

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે.

 

જેવા ભરી સભાના રાજા, એવા વરરાજાના દાદા,

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે.

 

જેવી ફૂલડિયાની વાડી, એવી વરરાજાની માડી,

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે.

 

જેવા અતલસના તાકા, એવા વરરાજાના કાકા,

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે.

 

જેવા લીલુડા વનના આંબા, એવા વરરાજાના મામા,

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે.

 

જેવા હાર કેરા હીરા, એવા વરરાજાના વીરા,

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે.

 

જેવી ફૂલડિયાની વેલી, એવી વરરાજાની બેની,

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે. 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto