કેદુના કાલાવાલા (માંડવામાં ગાવાનું ફટાણું)

Lyrics :

તમે કે'દુના કાલાવાલા કરતા'તા,

તમે મુંબઈથી મહેસાણા ફરતા'તા,

તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ,

તમે કે'દુના કાલાવાલા કરતા'તા.

 

તમે (વધુનું નામ બોલવું)બેનને જોઈ ગયા,

મારા નવલા જમાઈ મોહી ગયા,

તમે કે'દુના કાલાવાલા કરતા'તા.

 

તમે (વધુના પિતાનું નામ બોલવું)ભાઈને ભોળવી ગયા,

તમે (વધુની માતાનું નામ બોલવું)બેનને ભોળવી ગયા,

તમે કે'દુના કાલાવાલા કરતા'તા.

 

તમે (વરના વિસ્તાર/ગામનું નામ બોલવું)થી (વધુના વિસ્તાર/ગામનું નામ બોલવું) ફરતા'તા,

તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ,

તમે કે'દુના કાલાવાલા કરતા'તા. 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto