રેલગાડી આવી (માંડવામાં ગાવાનું ફટાણું)

Listen :

Lyrics :

રેલગાડી આવી (વરના ગામનું નામ બોલવું)નો માલ લાવી, 

  મારી બાયું-બેનડિયું આ રેલગાડી આવી.

 

રેલમાં ભર્યા રીંગણા, જાનૈયા બધાં ઠીંગણાં,  

  મારી બાયું-બેનડિયું આ રેલગાડી આવી.

 

રેલગાડી આવી (વરના ગામનું નામ બોલવું)નો માલ લાવી,

  મારી બાયું-બેનડિયું આ રેલગાડી આવી.

 

રેલમાં ભર્યા લોટા, જાનૈયા સાવ ખોટાં, 

  મારી બાયું-બેનડિયું આ રેલગાડી આવી.

 

રેલમાં ભર્યા ચોખા, જાનૈયા બધાં બોખાં, 

  મારી બાયું-બેનડિયું આ રેલગાડી આવી.

 

રેલમાં ભર્યા લાકડાં, જાનૈયા બધાં માંકડા,  

  મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી.

 

રેલગાડી આવી (વરના ગામનું નામ બોલવું)નો માલ લાવી,

  મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી. 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto