અણવર લજામણો રે (માંડવામાં ગાવાનું ફટાણું)

Listen :

Lyrics :

એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે,

એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે.

એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે,

એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે.

હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી,

આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી,

હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી,

આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી,

એ તો હસતો હરદમ કે અણવર લજામણો રે,

એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે,

એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે.

જાતે ભવાયો થઈ થન થન નાચતો,

જાનને નચાવતો ને વરને નચાવતો,

જાતે ભવાયો થઈ થન થન નાચતો,

જાનને નચાવતો ને વરને નચાવતો,

એ તો ફોગટનો મારતો દમ કે અણવર લજામણો રે,

એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે,

એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto