હાથ કન્યાનો હેતે ઝાલો (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે)

Lyrics :

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા.

 

ઈશ્વર પાર્વતીની જોડ વરરાજા,

અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,

એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા.

 

રામ સીતાની જોડ વરરાજા,

અમારું રતન તમને સોંપ્યું વરરાજા,

તેનું કરજો જતન વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા.

 

ઇન્દ્ર-ઇન્દ્રાણીની જોડ વરરાજા,

પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા,

અમારી બેની તમને સોંપ્યા વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા.

 

કૃષ્ણ-રૂખમણીની જોડ વરરાજા,

જુગ જુગ જીવો તમારી જોડ વરરાજા,

માડીના હેત તમને સોંપ્યા વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા.

 

આશિષ દઈએ અમે આજ વરરાજા,

પૂરા થાઓ તમારા સૌ કોડ વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા. 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto