પરથમ ગણેશ બેસાડો રે (ગણેશ સ્થાપના-૨)

Lyrics :

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા,

ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા.

 

તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા,

હરખ્યા ગોવાળિયાના મન રે, મારા ગણેશ દુંદાળા.

 

તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા,

હરખ્યા માળીડાના મન રે, મારા ગણેશ દુંદાળા.

 

તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા,

હરખ્યા પાણિયારીઓના મન રે, મારા ગણેશ દુંદાળા.

 

તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા,

હરખ્યા પાડોશીઓના મન રે, મારા ગણેશ દુંદાળા.

 

તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા,

હરખ્યા સાજનિયાના મન રે, મારા ગણેશ દુંદાળા.

 

તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા,

હરખ્યા માતાજીના મન રે, મારા ગણેશ દુંદાળા.

 

તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા,

હરખ્યા વરકન્યાના મન રે, મારા ગણેશ દુંદાળા.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto