ચાલોને આપણે ઘેર રે (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)

Listen :

Lyrics :

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે (2)

મહિયરની મમતા મૂકોને, મહિયરની મમતા મૂકોને,

ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે.

 

બાપુની માયા તો તમે મૂકોને, બાપુની માયા તો તમે મૂકોને,

સસરાની હવેલી બતાવું રે, સસરાની હવેલી બતાવું રે,

ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે.

 

માડીની માયા તો તમે મૂકોને, માડીની માયા તો તમે મૂકોને,

સાસુજીના હેત બતાવું રે, સાસુજીના હેત બતાવું રે,

ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે.

 

ભાંડુની માયા તો તમે મૂકોને, ભાંડુની માયા તો તમે મૂકોને,

બતાવું દીયર ને નણંદને, બતાવું દીયર ને નણંદને,

ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે.

 

સૈયરનો સ્નેહ તો તમે મૂકોને, સૈયરનો સ્નેહ તો તમે મૂકોને,

દેખાડું હું પ્રીત તારા કંથની, દેખાડું હું પ્રીત તારા કંથની,

ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે.

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે (2) 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto