લાલ મોટર આવી (નવવધુને નિમંત્રણ)

Listen :

Lyrics :

લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી,   

   મારા બેની, સાસરિયે લીલા લહેર છે!

 

દશરથ જેવા સસરા, તમને નહિ દે કાઢવા કચરા,  

   મારા બેની, સાસરિયે લીલા લહેર છે!

 

કૌશલ્યા જેવા સાસુ, તમને નહિ પડાવે આંસુ, 

   મારા બેની, સાસરિયે લીલા લહેર છે!

 

રામચંદ્ર જેવા જેઠ, તમને નહિ કરવા દે વેઠ, 

   મારા બેની, સાસરિયે લીલા લહેર છે!

 

લક્ષ્મણ જેવા દિયર, તમને નહિ જવાદે પિયર,  

   મારા બેની, સાસરિયે લીલા લહેર છે!

 

સુભદ્રા જેવી નણદી, તમને કામ કરાવશે જલદી,  

   મારા બેની, સાસરિયે લીલા લહેર છે!

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto