વાગે છે વેણુ (ગણેશમાટલીનું ગીત)

Lyrics :

વાગે છે વેણુ ને વાગે વાંસલડી,

બેનીના વિવાહ આદર્યા.

 

કાકા વીનવીએ તમને,

રૂડા માંડવડા બંધાવજો,

માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો,

બેનીના વિવાહ આદર્યા.

 

માસી વીનવીએ તમને,

નવલા ઝવેરી તેડાવજો,

ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો,

બેનીના વિવાહ આદર્યા.

 

વીરા વીનવીએ તમને,

મોંઘેરા મહેમાનો તેડાવજો,

મોંઘેરા મહેમાનો એ શોભે માંડવડો,

બેનીના વિવાહ આદર્યા.

 

મામા વીનવીએ તમને,

નવલાં ચૂડો પાનેતર લાવજો,

ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે,

બેનીના વિવાહ આદર્યા.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto