દીકરી તો પારકી થાપણ કહેવાય

Listen :

Lyrics :

બેના રે....

સાસરિયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

 

દીકરી ને ગાય દોરે ત્યાં જાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

 

બેની તારી માથે બાપનો હાથ હવે નહીં ફરશે,

રમતી તું જે ઘરમાં એની ભીંતે ભીંતો રડશે,

બેના રે....

વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

બેના રે....

 

તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે,

સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે,

બેના રે....

તારી આ વેણીના ફૂલો કોઈ દી ના કરમાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

બેના રે....

 

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી,

સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી,

બેના રે....

 રામ કરે સુખ તારું કોઈ દી નજર્યુ ના નજરાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

બેના રે....

 

દીકરી ને ગાય દોરે ત્યાં જાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

બેના રે.. ઓ બેના...

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto