પીઠી ચોળી લાડકડી

Listen :

Lyrics :

પીઠી  ચોળી  લાડકડી!  ચૂંદડી  ઓઢી  લાડકડી !

ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી  આવો  લાડકડી!  કેમ કહું જાઓ લાડકડી !

તું શાની સાપનો ભારો? તું તુલસીનો ક્યારો લાડકડી !

 

ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી !

આછેરી શીમળાની છાયા; એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી! આંખ ભરી પીધાં લાડકડી !

હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને પારકાં  કીધાં લાડકડી !

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto