અખંડ સૌભાગ્યવતી

Listen :

Lyrics :

તને સાચવે  પારવતી અખંડ સૌભાગ્યવતી,

તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.

 

માના ખોળા સમું આંગણું તે મૂક્યું,

બાપના મન સમું બારણું તે મૂક્યું,

તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી,

તને સાચવે  પારવતી  અખંડ સૌભાગ્યવતી.

 

ભગવાનને આજ ભળાવી દીધી,

વિશ્વાસ કરીને વળાવી દીધી,

તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી,

તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto