ગણેશ પાટ બેસાડિયે (સાંજીનું ગીત)

Listen :

Lyrics :

ગણેશ પાટ બેસાડીએ વા'લા નીપજે પકવાન,   

   સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર.

 

જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર, 

   સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર.

 

જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર, 

   સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર.

 

જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર,   

   સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર.

 

જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર,   

   વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર.

 

રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર,   

  ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર.

 

કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર,   

  ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર.

 

ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન,   

   સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરર.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto