કોયલ બેઠી આંબલિયાની ડાળ (સાંજીનું ગીત)

Listen :

Lyrics :

કોયલ બેઠી આંબલિયાની ડાળ,

મોરલિયો બેઠો રે ગઢને કાંગરે,

હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ,

કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ.

 

કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી,

કોયલને ઉડાડો આપણે દેશ, મોરલિયો માંગે રે લાડણ લાડલી.

 

કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી,

કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી.

 

કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી,

કોયલ માંગે હારલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto