કેવી રીતે જઈશ

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 2012

દિગ્દર્શક (Director) : અભિષેક જૈન (Abhishek Jain)

કલાકારો (Cast) : દિવ્યાંગ ઠક્કર (Divyang Thakkar), વેરોનીકા ગૌતમ ( Veronika Gautam), અનંગ દેસાઈ (Anang Desai), રાકેશ બેદી (Rakesh Bedi), જય ઉપાધ્યાય (Jay Upadhyay), ટોમ અલ્ટર (Tom Alter), રાકેશ બેદી (Rakesh Bedi), દિપ્તી જોશી (Deepti Joshi)

આ ફિલ્મની રજૂઆત દ્વારા અભિષેક જૈને દર્શકોને ફરી એકવાર ગુજરાતી ફિલ્મો જોતાં કરી દીધા છે. હિન્દી ફિલ્મની સમકક્ષ ગણી શકાય તેવી આ ફિલ્મે આજના યુવાવર્ગને ગુજરાતી ફિલ્મી ગીતો સાંભળતા અને જોતાં કરી દીધા છે. સંગીત, કથા અને નિદર્શનથી તેમણે સૌના મન મોહી લીધા છે. ઘણાં વર્ષો પછી પહેલીવાર એવું બન્યું છે કે થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જોતાં જોતાં લોકો આનંદથી ઝૂમી ઊઠ્યા હોય અને બહાર નીકળીને પણ ગુજરાતી ફિલ્મની ચર્ચા કરતા હોય. સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મની ચર્ચા છવાયેલી રહી.

આ ઉપરાંત તાજેતરના વર્ષોમાં રજૂ થયેલ અન્ય ગુજરાતી ફિલ્મો જેમ કે બે યાર (Bey Yaar), ધ ગુડ રોડ (The Good Road), લિટલ ઝિઝુ (Little Zizou) વગેરે પણ માણવા જેવી છે.  

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak