ભવની ભવાઈ

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1981

દિગ્દર્શક (Director) :  કેતન મહેતા (Ketan Mehta) 

કલાકારો (Cast) : નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah), ઓમ પુરી (Om Puri), સ્મિતા પાટીલ (Smita Patil), બેન્જામિન ગિલાની (Benjamin Gilani), મોહન ગોખલે (Mohan Gokhale)

આ ફિલ્મ જાણીતા ગુજરાતી લેખિકા  ધીરુબહેન પટેલના નાટક ‘ભવની ભવાઈ’ ઉપર આધારિત છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાની એક યાદગાર ફિલ્મ તરીકે સ્થાન પામી છે. આ ફિલ્મના ગીતો ખુદ ધીરુબહેન પટેલે લખ્યાં  અને જેન સંગીતબદ્ધ કર્યાં હતાં ગૌરાંગ વ્યાસે. આ ફિલ્મ ઉત્કૃષ્ટ અભિનય, છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રિય પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે મીરા લાખીયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાંસના નેન્ટ્સ ફેસ્ટીવલમાં ઈનામ મળ્યું હતું.

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak