Jokes

Add Your Entry

ચંદુ બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તો પહેલાં પત્નીને બહાર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો. આ જોઇ મંગુએ પૂછ્યું: કેમ ભાઈ, ભાભીને બહાર ઉતારીને આવ્યો? . . ચંદુ: જોયુ ના, અહીં બોર્ડ માર્યું તો છે: "આગ લગાવે તેવી વસ્તુઓ અંદર લઈને દાખલ થવું નહીં."

Author: Hitendra Vasudev Read More...

અંજૂએ પોતાના પતિને પૂછ્યુ – મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો.

પત્ની – જાણો છો, બાપૂજી જ્યારે ગાંતા હતા ત્યારે ઉડતાં પંક્ષી નીચે પડી જતાં હતા.
પતિ – શું તારા બાપૂજી મોઢામાં કારતૂસ ભરીને ગાંતા હતા ?

પત્ની – જાણો છો, બાપૂજી જ્યારે ગાંતા હતા ત્યારે ઉડતાં પંક્ષી નીચે પડી જતાં હતા.
પતિ – શું તારા બાપૂજી મોઢામાં કારતૂસ ભરીને ગાંતા હતા ?

દીકરો : ‘પપ્પા, બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે, તો પછી લોકો લગ્ન કરે છે શા માટે ?
પિતા : ‘બેટા, અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે.

પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા – હુ કેવો લાગી રહ્યો છુ ?
પત્ની એકદમ ચીસ પાડીને બોલી – છક્કો

એક માણસે એની સાસુના ખાટલા પર સાપ જોયો. બારમાંથી આઠ મહિના સાથે રહેતી સાસુથી કંટાળેલા માણસે સાપને કહ્યું : ‘ભાઈ, જરા મારી સાસુને કરડતો જાને !’
સાપ : ‘ના પોસાય દોસ્ત… હું મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું

Author: Gurjar Upendra Read More...

દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ ચોપડી ખોલીને વાંચવાનો ઢોંગ કરવા માંડ્યો
પત્ની – આજે ફ્રીમાં પી ને આવ્યા ?
પતિ – ના, આજે નથી પીધી.
પત્ની – તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?

સંતા – (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ?
બંતા – ભારતની જનસંખ્યા.

એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે? વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ.

રમેશ : ‘યાર, તું તારી કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે. તારી સફળતાનો રાઝ શું છે દોસ્ત ?’
નિલેશ : ‘સાવ સિમ્પલ છે. હું જે ઘરનો દરવાજો ખખડાવું અને સામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાય એટલે હું એને પૂછું : ‘મિસ, તમારાં મમ્મી ઘરમાં છે ?’

પત્ની – ચાલો તમારી બેગ પેક કરો, મેં 10 લાખની લોટરી જીતી છે.
પતિ – શુ શું પેક કરું ? આપણે ક્યાંક ફરવા જવાનું છે ?
પત્ની – ફક્ત પોતાનો સામાન પેક કરો અને ઝડપથી આ ઘરમાંથી નીકળો

 

એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું ‘દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.’
‘કેમ નહીં વળી ?’ દાદાજી બોલ્યા : ‘હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !’

અંજૂએ પોતાના પતિને પૂછ્યુ – મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
 

Author: Gurjar Upendra Read More...

શિક્ષક (વિદ્યાર્થીને) : ‘શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?’
વિદ્યાર્થી : ‘સાહેબ, બંનેમાં માથાથી તે પગ સુધીનો તફાવત છે.’
શિક્ષક : ‘કઈ રીતે ?’વિદ્યાર્થી : ‘સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.’

‘ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?’
‘ઘણું જાણું છું.’
‘કઈ રીતે ?’
‘એકની સાથે હું પરણ્યો છું.’

એક દુકાનદારને પૂછવામાં આવ્યુ – તમે નસીબ પર વિશ્વાસ કરો છો ?
દુકાનદાર – હા, મારા દુશ્મનોની દુકાનમાં વધુ ગ્રાહકોને હું બીજા કયા શબ્દોમાં વર્ણવી શકુ.

છ વર્ષના મયંકે પોતાના દાદાને પૂછ્યુ કે – દાદાજી, પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતા મીના આંટી સાથે ઇશારાથી વાત કેમ કરે છે?
દાદા: ભૂલ તારા પપ્પાની નથી બેટા, આ તો વારસામાં મળેલી બીમારી છે

જેલર – અલ્યા સંતા, કાલે સવારે તને 5 વાગ્યે ફાંસી આપવામાં આવશે.
સંતા હસવા લાગ્યો, ત્યારે જેલરે પૂછ્યુ – કેમ તને ફાંસીની બીક નથી લાગતી ?
સંતા-સાહેબ, પણ હું તો સવારે આઠ વાગ્યે ઉઠુ છુ.

પતિને પિયરે ગયેલી પત્નીનો તાર મળ્યો. તેમાં લખ્યું હતુ – પ્રિયે, તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાં હું અડધી રહી ગઈ છું. તમે ક્યારે આવી રહ્યા છો ?
પતિએ જવાબમાં લખ્યું – હવે તો હું એક મહિના પછી જ આવીશ.

Author: Gurjar Upendra Read More...

એક રાહદારી સાયકલ સાથે ભટકાઈ પડ્યો. કપડા ખંખેરી ઉભો હતો,

ત્યાં સાયકલ સવારે કહ્યું  'તમે નસીએબદાર છો ભાઈ.'

પેલો માણસ તાડૂક્યો, એક તો હાડકા ભાંગી નાખ્યા ને ઉપરથી નસીબદાર છે ?

સાયક્લ સવારે શા6તિથી કહ્યું, 'અરે ભાઈ, આજે રજા છે એટલે સાયકલ પર છું

રોજ તો હું તોતિંગ ખટારો ચલાવું છું. 

Author: Hitendra Vasudev Read More...

પ્રેમી જોડી પરસ્પર વાતો કરી રહી હતી.
પ્રેમિકા – અમે લોકો બે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે. શુ તે કદી લગ્ન વિશે વિચાર્યુ નહી ?
પ્રેમી – વાત એમ છે કે …મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે. ત્યારે હુ તને કંઈક જવાબ આપી શકીશ.
પ્રેમિકા – ઓહો, તો તુ પણ પરણેલો છે.

નયન : બચપન મેં મા કી બાત સૂની હોતી તો આજ યે દિન ના દેખને પડતે.
ન્યાયાધીશ : ક્યા કહેતી થી તુમ્હારી માં ?
નયન : જબ બાત હી નહીં સૂની તો કૈસે બતાવું માં ક્યાં કહેતી થી ?!

એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૂછ્યું – તમારી શર્ટના ખૂણાં પર આ ગાઁઠ કેવી રીતે બંધાઈ ?
બીજાએ જવાબ આપ્યો – પત્નીનો પત્ર પોસ્ટબોક્સમાં નાખવાની યાદ રહે તે માટે.
પહેલો બોલ્યો – શુ તમે તે પત્ર પોસ્ટ કરી દીધો ?
બીજાએ જવાબ આપ્યો – નહી, મારી પત્ની મને તે પત્ર આપવાનું જ ભૂલી ગઈ.

મોનૂ – સોનુ, કરોળિયો તારા કમ્પ્યુટર પર શુ કરી રહ્યો છે ?
સોનુ- ખબર નહી… તું જ બતાવી દે.
મોનુ – મને લાગે છે કે કોઈ વેબસાઈટ બનાવી રહ્યો હશે.

એક રિપોર્ટર નિશાનેબાજ નંદુનો ઇન્ટરવ્યું કરવા ગયા. ઘરમાં જતાંની સાથે જ તે અચંબામાં પડી ગયા. દીવાલો પર પેન્સીલના નાના-નાના નિશાન હતા અને તેની વચ્ચે ગોળીઓથી નિશાન કરેલા હતા, આ જોઇને રિપોર્ટર કહેવા લાગ્યો: તમે મહાન છો. તમારુ નિશાન અચૂક છે. મને કહો આ બધું કઇ રીતે શકય બન્યું? નંદુએ કહ્યું: ખૂબજ સરળતાથી બન્યુ, સાહેબ પહેલા હું દીવાલ ઉપર ગોળી ચલાઉ છું. એના પછી નિશાનની આજુ બાજુ પેન્સિલથી આકાર કરી દઉ છું.

Author: Gurjar Upendra Read More...

પત્ની – મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે તમારી સાથે કોઈ વાત નહોતું કરતું.
પતિ – હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે.

સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ – તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ?
બંતા ગુનેગારે કહ્યુ – સાહેબ, ડબ્બામાં લખ્યુ હતુ કે ‘આ તમામ સંપત્તિ તમારી પોતાની છે.’ એટલે એમાંથી હુ મારો ભાગ લેતો હતો.

એક ચોર ચોરી કરતા પકડાયો અને કોર્ટમાં મેજીસ્ટ્રેટની સામે ઉભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે કહ્યુ – તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.
આ સાંભળી ચોર બોલ્યો – આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ.

પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’
પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’
પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’

સંતા (બંતાને) સાંભળ્યુ છે કે ચૂટણી આયોગે દેશના પાંચ રાજ્યોમાં ચૂટણીની જાહેરાત કરી છે.
બંતા-સારુ છે દોસ્ત, હું તો ક્યારનો આ દિવસની જ રાહ જોઈ રહ્યો હતો.
સંતા-કેમ ?
બંતા-અરે વાહ, કેમ નહી. મારા માથા પર પણ ફરીવાર મુગટ પહેરાવવામાં આવશે ને.

Author: Gurjar Upendra Read More...

ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે,
એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ?
મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !

નટખટ નીતાના પપ્પાએ કહ્યું : ‘મને સંગીત પ્રત્યે ખૂબ જ રસ છે. મારી
નસેનસમાં સંગીત જ સંગીત છે !’
‘હા પપ્પા, તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારે તમારી બધી જ નસોમાં રહેલું
સંગીત નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે !’ નીતા.

નટુ : ‘મારી પત્ની એટલી બધી હોંશિયાર છે કે એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે
કલાકો સુધી ગમે તે વિષય ઉપર બોલી શકે છે.’
ગટુ : ‘એમાં શી ધાડ મારી ? મારી પત્ની તો વિષય વગર પણ ગમે તેટલો સમય બોલી શકે છે !’

એક શ્રીમંત શેઠે નવો નોકર રાખ્યો હતો. શેઠે એક વખત તેને પાણી લાવવા
કહ્યું. નોકર તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યો. શેઠે તેને ધમકાવતા કહ્યું,
‘મૂરખ ! પાણી આ રીતે અપાય ? ટ્રેમાં મૂકી લાવવું જોઈએ, સમજ્યો ?’
નોકરે થોડી વારે ટ્રેમાં પાણી લઈને હાજર થતા કહ્યું, ‘શેઠ ! આ ટ્રેમાનું
પાણી ચમચી વડે પીશો કે પછી ચાટી જશો ?

 

વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. એક પત્રનો રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો – મેં સાંભળ્યુ છે કે રંગનાથન જી, તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનુ પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો – શ….શ… ચૂપ.. આટલા જોરથી ન બોલતા. શુ તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો. મારી પત્નીનો તો એ વિચાર છે કે મને ફક્ત 1250 રૂપિયાજ મળે છે.

Author: Gurjar Upendra Read More...

Most Viewed Jokes

Most Viewed Author