Jokes

Add Your Entry

મને લોટરી લાગે તો

Author: Gurjar Upendra

Date: 11-09-2015   Total Views : 392

પતિ(પત્નીને) : જો મને લોટરી લાગે તો તું શું કરે ?’
પત્ની : હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.
પતિ : બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !
***********

ટીચર : જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?’
ટીનુ : હિન્દીમાં ઠાકુરઅને ઈંગ્લીશમાં હેન્ડ ફ્રી !’ ’
***********

રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કીધું :
ચાલ પોલીસ સ્ટેશન.
માણસ : પણ મેં શું કર્યું છે ?’
પોલીસ : કશું નહિ. પણ મને એકલા જતા બીક લાગે છે.
***********

વિકીપીડીયા : મારી પાસે બધું જ જ્ઞાન છે.
ગુગલ : મારી પાસે બધી માહિતી છે.
ફેસબુક : હું બધાને ઓળખું છું.
ઈન્ટરનેટ : એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.
ત્યાં તો દૂરથી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી : આવાઝ નીચે….’
***********

Most Viewed Jokes

Most Viewed Author