Jokes

Add Your Entry

તેંડુલકર ઓન સ્ટ્રાઈક

Author: Gurjar Upendra

Date: 15-09-2015   Total Views : 320

કોમેન્ટ્રેટર : તેંડુલકર ઓન સ્ટ્રાઈક…. દેખતે હૈ અબ ક્યા હોતા હૈ….’
છગનબાપુ : ટીવી બંધ કર અલ્યા. આજથી મેચ જોવાનું જ બંધ…. સચિન સ્ટ્રાઈક પર ગયો. આટલું કમાય તોય પાછા સ્ટ્રાઈક પર ?’
***********

સંતાની રોટલી પરથી ઉંદર દોડી ગયો.
સંતા : હવે હું આ રોટલી નહીં ખાઉં.
બંતા : અરે ખાઈ લે યાર, ઉંદરે વળી ક્યાં ચંપલ પહેર્યા હતા !
***********

પતિ : મેં તને જોયા વગર જ લગ્ન કર્યાં ને ?’
પત્ની : મારી હિંમતને દાદ આપો. મેં તો તમને જોયેલા હતા ને તોય લગ્ન માટે હા પાડી !
***********

સંતાએ જિંદગીનું સૌથી સ્માર્ટ પગલું ભર્યું. એણે એના તમામ પાસવર્ડ આવા બનાવી દીધા : Incorrect. એટલે જ્યારે પણ એ ભૂલી જાય કે તરત જ કોમ્પ્યુટર એને યાદ કરાવે : ‘Your password is Incorrect.’
***********

પ્રશ્ન : આળસ શું છે ?’
જવાબ : થાકી જવાની ક્ષણો આવે એ પહેલાં જ આરામ કરી લેવાની કળા ! કારણ કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર !!
***********

Most Viewed Jokes

Most Viewed Author