Jokes

Add Your Entry

તમને ત્રણ દિવસનો સમય આપું છું

Author: Gurjar Upendra

Date: 16-09-2015   Total Views : 310

મકાનમાલિક : હું તમને ત્રણ દિવસનો સમય આપું છું. જો ત્રણ દિવસમાં ભાડું ન આપ્યું તો મકાન ખાલી કરવું પડશે.
ભાડૂઆત : અચ્છા. તો પછી હું ક્રિસમસ, હોળી અને દિવાળીને એ ત્રણ દિવસ તરીકે પસંદ કરું છું.
***********

સંતા : અરે ડોક્ટર સાહેબ, મારા ઉપરના દાંતને જંતુ ખાઈ રહ્યા હતા, તમે તો નીચેનો દાંત કાઢી નાખ્યો ! આ શું કર્યું ?’
ડૉક્ટર ગરબડદાસ : હા, પણ વાત એમ છે કે એ જંતુઓને ઊંચે પહોંચાતું નહોતું એટલે નીચેના દાંત પર ઉભા રહીને ઉપરનો દાંત ખાતા હતા, એટલે મેં નીચેનો દાંત જ કાઢી નાખ્યો !
***********

બપોરના સમયે એક ભિખારી બાજુમાં પાટિયું રાખીને સૂઈ ગયો.
પાટિયા પર લખ્યું હતું : ‘સિક્કા નાખીને ઊંઘમાં ખલેલ કરવી નહીં…. નોટ મૂકજો !’

 

Most Viewed Jokes

Most Viewed Author