Kavita

Add Your Entry

એવા રે અમો એવા રે

એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા રે

જેનું મન જે સાથે બંધાણું
પહેલું હતું ઘર રાતું રે
હવે થયું છે હરિરસ માતું
ઘેર ઘેર હીંડે છે ગાતું રે

સઘળા સાથમાં હું એક ભૂંડો
ભૂંડાથી વળી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો
નેહ લાગ્યો છે ઊંડો રે

કર્મ-ધર્મની વાત છે જેટલી
તે મુજને નવ ભાવે રે
સઘળા પદારથ જે થકી પામે
મારા પ્રભુની તોલે ન આવે રે

હળવા કરમનો હું નરસૈંયો
મુજને તો વૈષ્ણવ વહાલા રે
હરિજનથી જે અંતર ગણશે
તેના ફોગટ ફેરા ઠાલા રે

– નરસિંહ મહેતા

Author: Upendra Gurjar Read More...

એને પહેલેથી ફાવે છે દેશી
ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી

મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય
તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ?
જે રંગી દે કાગડાની નાતને ?
આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું
આંઈ હવે ખુરશીયું ખેંશી…

એલા એક તો ઈ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા’તા, ને હમ ખાવા દહ દિએ ન્હાતા…

મેં કીધું કે સત્તાની વહેંચણી કરાય
તો કે આખી ગુજરાત તને વેશી.
એને પહેલેથી ફાવે છે દેશી….

એલા છાશવારે શેના સૌ રાડ્યું પાડે છે આ નરબદા બંધ (નર્મદા બંધ) નથી થાતી ?
મેં કીધું કે સાહેબ જરા ધીમેથી બોલો લાગે છે વાત આ બફાતી
નરબદા ડોશીની ડેલીની વાત છે ને ? એલા મારી દેવાની એક ઠેશી..

આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા તો કેમ કરી થાહે આ ગોલ ?
મેં કીધું કે સાહેબ તમે છોડી દ્યો સત્તા તો આખોયે પ્રોબ્લેમ સોલ
તો કે કેમ કરી છોડું આ ખુરશી લગ પોંચવામાં વરહ લાગ્યા છે મને એંશી
એને પહેલેથી ફાવે છે દેશી….

Author: Upendra Gurjar Read More...

રજાનો આનંદ

આજે ઓફીસના લોકો ઓફીસમાં અને ઘરના લોકો ઘરમાં,
મન ને કામમાં પરોવવાનો જટિલ પ્રયાસ કરી રહ્યા છે,
કેમકે, રજાઓમાં પરિવાર સાથે ગાળેલો સમય,
યાદો બની ને આંખો સામે આજે પણ રમી રહ્યો છે.

ઓફીસ ના A.C એ તન ને ઠંડુ તો કરી લીધું છે, પણ
મન તો હજી કાલ ની કુદરતી આબોહવામાં ઝૂમી રહ્યું છે.
ઘરનો રૂમ સાવ ખાલીખમ છે બારી બારણાં પણ બંધ છે તોય,
કાલના કલબલાટ નો આવાજ હજી કાન ને સંભળાઈ રહ્યો છે.

ઓફીસ ના ટેબલ પર કામ નો ઢગલો ખડકાઈ ગયોં છે, પણ
કાલની રમાયેલી ક્રિકેટ ના બેટ નો હાથો હજી હાથ ને અડકી રહ્યો છે.
રોજ ની જેમ સમયસર ઘરનું કામ પતાવી છાપુ વાંચવા બેસી ગયા છે,
છતાય, કાલના આનંદ માં કરેલો રઘવાટ હજી હાથપગ ને હલાવી રહ્યા છે.

બપોર ના જમવાનું આરોગી ઓડકાર પણ આવી ગયો છે, પણ
કાલના ભાવભર્યા ભોજન નો સ્વાદ હજી દાઢ માં જ સમાયેલો છે.
વીતેલી પળોના દિવસોના વિચાર માત્ર થી મુખ પર હસી આવી ગઈ,
ઓ રજાઓ તમને મારા “સલામ” છે જે મારી જિંદગી ને ફરી જીવાડી ગઈ છે.

હાથમાં રહેલા ઓફીસના કાગળો પર, મગજ ક્યાં નજર નાખી રહ્યું છે,
એ તો મન માં રચાઈ રહેલા મારા વિચારો ને વાંચી રહ્યું છે.

ઘડિયાળ ના કાંટે જીવતી જિંદગી માં જાણે તોફાન આવી ગયું,
આજે ઘણા વર્ષો બાદ પરિવારનો પ્રેમ મારી આંખને છલકાવી ગયું.

 

Author: Upendra Gurjar Read More...

image

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

 

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક

તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ !
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

 

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે

લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

 

– મુકેશ જોષી

 

Author: Upendra Gurjar Read More...

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા
સદગુણ જુએ છે શાણાને અવગુણ અપાત્ર અધૂરા

કોઈને રચનારે રૂપ દીધાં કોઈને દીધાં અભિમાન
કોઈ ધનઘેલા કોઈ રસઘેલા કોઈને દીધાં છે જ્ઞાન

સઘળું નવ સાથ દીધું કોઈને એ ભૂલે પાત્ર અધૂરા
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા

Author: Upendra Gurjar Read More...

કાળી અંધારી રાત, ખૂબ વરસતો વરસાદ

એક આધેડ દંપતી, ગાડી લઈ જતાં હતાં

પુત્રની અદમ્ય ઇચ્છામાં, પાંચ પાંચ દીકરી જન્મી
આજે છઠ્ઠીને રોકી, દુનિયામાં અવતરતાં પહેલાં

પહાડી... સૂમસામ રસ્તો, ડરાવતો જાણે સામે ધસતો
ચમકી એક વીજળી અચાનક, સફેદ વસ્ત્રોમાં કોઈ ભયાનક

મદદ માટે હાથ લંબાવે, સામે દોડી ગાડી થંભાવે
'ના' પાડતી પત્ની ડરતાં, પતિએ રોકી ગાડી છતાં

હાંફળી-ફાંફળી એક સ્ત્રી, મદદ માટે આવી કરગરતી
“બચાવો કોઈ મારી દીકરીને, પડી મારી ગાડી પલટીને”

થોડે દૂર પહાડી પાસે, દેખાઈ ગાડી એક ગબડેલી
પતિ ગયો સ્ત્રી સંગાથે, ગયો પલટેલી ગાડી પાસે

પાંચેક વર્ષની માસૂમ બાળા, રોતી-કકળતી અને કણસતી
તેને ગાડીની બહાર કાઢી, કરી ઊંચી છાતીએ વળગાડી

પછી અચાનક નજર પડી, જાણે પગ તળેથી ધરતી ખસી
ડ્રાઇવરની સીટ પર મૃત જોઈ, મદદ માટે આવેલી એજ સ્ત્રી

અંતરેથી એક આહ નીકળી, ધન્ય છે ઓ મા તને !
મર્યા પછી પણ પરવા કીધી, વહાલસોયી તારી દીકરીની

 

- ઉપેન્દ્ર ગુર્જર 
( 07 - 07 - 2015)

 

Author: Upendra Gurjar Read More...

લવિંગ કેરી લાકડિયે
 
લવિંગ કેરી  લાકડિયે રામે સીતાને  માર્યાં જો
ફૂલ  કેરે  દડૂલિયે  સીતાએ  વેર  વાળ્યાં જો

રામ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો

રામ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો

રામ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઈશ જો
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો

રામ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો

રામ! તમારે બોલડિયે હું આકાશ વીજળી થઈશ જો
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઈશ જો

રામ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઈશ જો
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો

Author: Upendra Gurjar Read More...થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે!

હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું
જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે

જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે
ન જાણ્યું ભીષ્મ જેવાએ  સવારે શું થવાનું છે

થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે
ન જાણ્યું ધર્મ રાજાએ   સવારે શું થવાનું છે

અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે
જણાયું તે ન ગૌતમથી   સવારે શું થવાનું છે

સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે
ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે

હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ
હજારો શોચમાં છે  કે  અમારું શું થવાનું છે

થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે
ન જાણ્યું જાનકીનાથે  સવારે શું થવાનુ છે
- બાલાશંકર કંથારિયા

Author: Upendra Gurjar Read More...

Most Viewed Kavita

Most Viewed Author